પાત્રતાના માપદંડ :

આવક મર્યાદાનું ધોરણ ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- તથા શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- છે.

યોજનાનો લાભ કુટુંબની પુખ્તવયની બે કન્યા સુધીના લગ્નપ્રસંગે આપવામાં આવે છે.


સહાયનું ધોરણ :

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક પછાત વર્ગોની કન્યાઓના લગ્ન પ્રસંગે થતા ખર્ચમાં મદદરૂપ થવા માટે કન્યાના નામે રૂ.૧૨,૦૦૦/-ની સહાય ચેકથી ચૂકવવામાં આવે છે.

લગ્ન થયાના બે વર્ષની અંદર સહાય મેળવવા અરજી કરવાની હોય છે.


નોંધ : આ અરજી માટે લગ્ન સમયે કન્યાની ઉંમર 18 વર્ષ અને વરની ઉંમર : 21 વર્ષની હોવી ફરજિયાત છે.


કુંવરબાઈનું મામેરું ફોર્મ માટે જરૂરી ડૉક્યુમેન્ટ :


કન્યાના ફોટો

વર કન્યાનો લગ્ન સમયનો ફોટો

કન્યાનું અને યુવકનું આધાર કાર્ડ

કન્યાના પિતા/વાલીનું આધાર કાર્ડ

સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ કન્યાની જાતિનો દાખલો (જો લાગુ પડે તો )

સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ યુવકની જાતિનો દાખલો (જો લાગુ પડે તો )

અરજદારનો રહેઠાણનો પુરાવો (વીજળી બિલ, લાઇસન્સ , ભાડાકરાર, ચુંટણી કાર્ડની નકલકોઈ પણ એક)

કન્યાના પિતા/વાલીની વાર્ષિક આવકનો દાખલો

કન્યાની જન્મ તારીખનો પુરાવો

યુવકની જન્મ તારીખનો પુરાવો

લગ્ન કંકોત્રી

લગ્ન નોંધણી પ્રમાણપત્ર

બેંક પાસબૂક/ રદ કરેલ ચેક (યુવતીના નામનું)

એકરારનામું

બાહેંધરી પત્રક

જો પિતા હયાત ન હોય તો મરણનો દાખલો

લગ્ન નોંધણી સમયે રજુ કરવામાં આવતું ફોર્મ(લગ્ન વિજ્ઞપ્તિનું ફોર્મ)